મોરબી : મોરબીના રફાળેશ્વર મંદિરે આજે મહાશિવરાત્રીના મેળોને માળવા મેદની ઉમટી પડી હતી. હૈયે હૈયું દળાય તેવી ભીડમાં લોકો હર્ષોલ્લાસ સાથે મેળાને માણી રહ્યા છે. મોરબી નજીક આવેલ પ્રાચીન રફાળેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ જામ્બુડિયા ગ્રામ પંચાયત દ્વારા બમ બમ ભોલેના નાદ સાથે પવિત્ર મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રફાળેશ્વર મંદિરે ગઈકાલે શુકવારે સાંજે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો હતો. અને આજે મહાશિવરાત્રીએ રફાળેશ્વર મંદિરે ચિક્કાર મેદની સાથે પોરોણીક મેળો ભરાયો હતો. જ્યારે રફાળેશ્વર મંદિરે મેળાની શરૂઆત થયા બાદ રાતભર 25થી વધુ ભજનની રાવટીઓ ધમધમી ઉઠી હતી. સાથે-સાથે લોકોએ ઠેરઠેર ભોજન, સંતવાણી અને મેળો એમ લોકો ત્રિવેણી સંગમનો આનંદ માણ્યો હતો.