મોરબીઃ ગઈકાલે તારીખ 17 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ નવયુગ સંકુલના ધોરણ 7 થી 10ના વિદ્યાર્થીઓનો વાર્ષિક ફંક્શન યોજાયું હતું. વાર્ષિક ફંક્શનમાં એવોર્ડ્સ, ગીફ્ટ, શિલ્ડ ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાષ્ટ્રભક્તિ, થીમ બેઝ કૃતિ અને અભિનય ગીત રજૂ કરવામાં આવ્યા હતા. આ ફંક્શન નિહાળવા બહોળી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા દ્વારા પ્રેરણા પુરી પાડવામાં આવી હતી.