મોરબી : મોરબી શહેરના નવાડેલા રોડ ઉપર રહેણાંક મકાનમાં દરોડો પાડી મોરબી એલસીબી ટીમે હિતેશ ઉર્ફે મોઢીયો ચંદ્રકાન્તભાઈ ધોળકિયા નામનો આરોપી વિદેશી દારૂની 9 બોટલ કિંમત રૂપિયા 3375 સાથે ઝડપાઇ જતા પોલીસે 5000ની કિંમતના મોબાઈલ સહિત 8375નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં મોઢિયાની પ્રાથમિક પૂછપરછમાં અન્ય આરોપી સાબીર કાસમાણી રહે.પંચાસર રોડ વાળાનું નામ ખુલવા પામતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરાવી તપાસ શરૂ કરી છે.