મોરબી અપડેટમાં અહેવાલ આવ્યા બાદ પાલિકા તંત્ર તરત એક્શનમાં આવ્યું મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલી મહેશ હોટલની પાછળ મોરબી નગરપાલિકાએ યમદૂતને વિશેષ ફરજ સોંપી હોય તેમ આખેઆખું ભૂગર્ભ ગટરનું ઢાંકણ ગાયબ થઈ જવા છતાં કોઈ પગલાં ન લેવાતા કોઈનો ભોગ લેવા માટે તંત્ર રાહ જોઈ રહ્યું હોવાનો ઘાટ સર્જાયો હોવાનો અહેવાલ મોરબી અપડેટમાં આવતા સ્થાનિક તંત્ર તુરંત એક્શનમાં આવીને આ ખુલ્લી ગટરમાં ઢાંકણું મજુબુતાઈથી ફિટ કરી દીધું હતું. હોસ્પિટલ ઝોન અને એજ્યુકેશન ઝોન ગણાતા મોરબીના શનાળા રોડ ઉપર મહેશ હોટલની પાછણ ભાગે ભૂગર્ભ ગટરની કુંડીનું ઢાંકણ ગાયબ થઈ ગયું છે અને અહીંથી પસાર થતા લોકો સાવચેત રહે તે માટે આ જોખમ પ્રત્યે જાગૃત કરવા કોઈ ચેતવણી આપવાની કામગીરી કરવી કે કુંડીનું ઢાંકણ ઢાંકવા અંગે મોરબી પાલિકાએ તસ્દી ન લેતા હાલમાં અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓ માટે જીવનું જોખમ ઉભું થયું હોવાનો મોરબી અપડેટમાં અહેવાલ આવતા તંત્ર હરક્તમાં આવ્યું હતું અને રાતોરાત આ ખુલ્લી ગટરના ઢાંકણાથી ઢાંકી દીધી હતી.