મોરબી : આજ રોજ મહાશિવરાત્રિ નિમિત્તે શિવાલયોમાં પૂજન-અર્ચન અને અભિષેક થઈ રહ્યા છે. ત્યારે મોરબીના પંચમુખી મહાદેવના મંદિરે એક અઢી વર્ષના બાળકે મહાદેવને રુદ્રાભિષેક કર્યો છે. મોરબીના દરબારગઢ ખાતે આવેલા આશરે 150 વર્ષ પૌરાણિક શ્રી રામ મહેલ મંદિરમાં મહંત રાજેન્દ્રદાસ બાપુની હાજરીમાં શુક્લજી નીતેશભાઈ દ્વારા પંચમુખી મહાદેવના રુદ્રાભિષેકમાં માત્ર અઢી વર્ષના બાળક ધૈર્ય કપિલભાઈ આચાર્યએ આજે સવારે રુદ્રાભિષેક કર્યો હતો.