શોભાયાત્રામાં મહાકામ ગ્રુપ દ્વારા તલવાર રાસ સહિતના હેરત અંગેજ કરબતો રજૂ કરાયા મોરબી : મોરબીમાં આજે ભગવાન ભોળાનાથની ભક્તિના પાવન અવસર સમાન મહાશિવરાત્રીની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં મહાશિવરાત્રી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં મહાકામ ગ્રુપ દ્વારા તલવાર રાસ સહિતના હેરત અંગેજ કરબતો રજૂ કરાયા હતા. મોરબીના સમસ્ત સતવારા સમાજના મોરબીના સીધેશ્વર મહાદેવ મંદિર દ્વારા આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ભગવાન ભોળાનાથની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા જડેશ્વર મહાદેવ મંદિરેથી નીકળી ગોકુળનગરમાં આવેલ મહાદેવ મંદિર સુધી યોજાઇ હતી. આ શોભાયાત્રામાં મહાકામ ગ્રુપ દ્વારા તલવાર રાસ સહિતના હેરત અંગેજ કરબતો રજૂ કરાયા હતા. શોભાયાત્રામાં ભવ્ય રથમાં ભગવાન શિવ-પાર્વતીને બિરાજમાન કરીને વાજતે ગાજતે નીકળેલી ભગવાન ભોળાનાથની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.શોભાયાત્રામાં ભારત માતાના ફ્લોટે ભારે આકર્ષણ જમાવ્યું હતું અને ભાવિકોને ભાંગનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.