અમરનાથ જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. મોરબી : મહાશિવરાત્રી પર્વનો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીના શનાળા રોડ પર ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં માર્કેટિંગ યાર્ડ સામેની શેરીમાં આવેલ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે બરફના અમરનાથ જ્યોતિર્લિંગની પ્રતિકૃતિના દર્શનનું આયોજન કરાયું છે. જેના દર્શનનો લાભ ભાવિક ભક્તો સમગ્ર દિવસ દરમિયાન લઈ શકશે. મહાશિવરાત્રી નિમિતે આવતીકાલે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે સાંજે 7:30 વાગ્યે બાબા અમરનાથની 1100 દિવડાની દિપમાળાની મહાઆરતી યોજાશે. દરેક લોકો આ મહાઆરતીનો લાભ લઈ શકશે. આરતી માટે આવનાર દરેક લોકોએ ઘરેથી આરતીની થાળી તૈયાર કરીને લઈ આવવાની રહેશે. ઉપરાંત કોઈ ભક્તોને દિપમાળાનો લાભ લેવો હોય તો મંદિરના મહંત પ્રવિણગીરીને 99097 83991 નંબર પર દિપમાળા લખાવી શકાશે. પંચદશનામ જુના અખાડા જુનાગઢના થાનાપતિ બુધગીરી બાપુની પ્રેરણાથી યોજાનાર આ કાર્યક્રમમાં ભગવા ગૃપના સૌ સંતો પણ હાજર રહેશે. આ મહાઆરતીનો લાભ લેવા મોરબીના દરેક મહાદેવ ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.