મોરબી : આગામી તારીખ 24 ફેબ્રુઆરી ને શુક્રવારના રોજ મોરબી ખાતે ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર દ્વારા છઠ્ઠો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાશે. ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર દ્વારા મોરબીના ધુતારી ખાતે નવલખી રોડ પર રોકડીયા હનુમાનજી મંદિરની બાજુમાં આવેલા મિલન પાર્ટી પ્લોટ ખાતે 24 ફેબ્રુઆરીના રોજ આ છઠ્ઠો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાશે. આ સમૂહ લગ્નોત્સવમાં 11 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે. સવારે 6 કલાકે ગણેશ સ્થાપન/ મંડપ મુહૂર્તનું આયોજન કરાયું છે. જ્યારે સવારે 6-15 કલાકે જાન આગમન થશે. સવારે 9-45 કલાકે હસ્તમેળાપ થશે અને બપોરે 11-30 કલાકે ભોજન સમારંભનું આયોજન કરાયું છે. જ્યારે બપોરે 1-30 કલાકે જાન વિદાય થશે. સમૂહ લગ્ન વિધિના આચાર્ય શાસ્ત્રી હિરેનભાઈ પંડ્યા છે. સમૂહ લગ્નનો તમામ ખર્ચ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર દ્વારા કરવામાં આવશે તેથી અન્ય કોઈ પાસેથી દાન સ્વીકારવામાં નહીં આવે તેવું જણાવવામાં આવ્યું છે.