વાંકાનેરના જોધપર નજીક અકસ્માતમાં પત્નીનું મૃત્યુ, પતિને ઈજાઓ પહોંચી વાંકાનેર : વાંકાનેર તાલુકાના જોધપર ગામની સીમમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ઉપર જઈ રહેલ દંપતીને માર્ગમાં આડુ કૂતરું ઉતરતા અકસ્માત સર્જાતા આ અકસ્માતમાં પત્નીનું મૃત્યુ નીપજ્યું હતું જયારે સ્કૂટર ચાલવી રહેલા પતિને ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા માહમદહુશેન અમીભાઇ શેરસીયા તેમના પત્ની ગુલશનબેન સાથે ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને જતા હતા ત્યાર રસ્તામાં કૂતરું આડુ ઉતરતા સ્કૂટર કુતરા સાથે અથડાતા ગુલશનબેનને ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. જયારે માહમદહુશેન અમીભાઇ શેરસીયાને ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.