શ્રમિક યુવાને બહાદુરગઢ ગામના પાટિયા નજીક કારખાનામાં ગળેફાંસો ખાધો મોરબી : મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટિયા નજીક શ્રમિક યુવાનને છોડી પત્ની ચાલી જતા મનમાં લાગી આવતા ગઈકાલે વેલેન્ટાઈન ડે ના દિવસે જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના પાટિયા નજીક આવેલ બાથવેર ફેકટરીમાં કામ કરતા અજયભાઈ ગલાભાઈ નાયક નામના 30 વર્ષના યુવાને કારખાનાના નવા બની રહેલા શેડમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પિતા ગલાભાઈ નાયકે પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક અજયભાઈ ત્રણેક વર્ષ પહેલા પોતાના વતન દાહોદમાંથી યુવતીને ભગાડી લાવ્યો હતો જે યુવતી ત્રણેક મહિના પૂર્વે જતી રહેતા અજયભાઈને લાગી આવતા ગળેફાંસો ખાઈ લીધો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.