મોરબી : મોરબીના ભડીયાદ ગામની સીમમા આવેલ ડેલ્ટા ટાઇલ્સ ફેકટરીમાં ગઈકાલે વહેલી સવારે માટી ખાતામા ટેન્ક નજીક આવેલી મોટર ને તેના સ્ટેન્ડ વચ્ચે ફસાઈ જતા શ્રમિક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ભડીયાદ ગામની સીમમાં ડેલ્ટા ટાઇલ્સ ફેકટરીમા માટી ખાતામા નોકરી કરતા મધ્યપ્રદેશના વતની કલાબાઈ માંગીલાલ મેવાડા ઉ.43 નામના મહિલા ટેન્ક ઉપર કામ કરી રહયા હતા ત્યારે સ્ટરર મોટર અને મોટર મુકવાના લોખંડના સ્ટેન્ડ વચ્ચે ફસાઈ જતા દબાઈ જવાથી મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.