હળવદના ધનાળા પાટીયે અગાઉ મચ્છીને કેબિન હટાવવા મામલે ઝઘડો થયા બાદ મૂછના આંકડા ચડાવવા મામલે ડખ્ખો મોરબી : હળવદ તાલુકાના ધનાળા ગામના પાટિયા નજીક મચ્છી - મુરઘીની કેબિન હટાવવા મામલે આગાઉ થયેલી બોલાચાલી બાદ સામાપક્ષનો એક ઇસમ મૂછે આંકડા ચડાવતો હોય તેને ફડાકો ઝીકી દેતા બે શખ્સોએ મોરબીના વીસીપરામા યુવાનને છરીના ઘા ઝીકી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ધનાળા ગામના પાટિયા નજીક મચ્છી મુરઘીની કેબિન ધરાવતા મોરબીના શરીફ હારુનભાઈ કટિયા નામના યુવાનની કેબિનની બાજુમાં જ આરોપી શબીર હારુન કટિયા અને હારુન હુસેનભાઈ કટિયા રહે. જુના દેવળીયા વાળાએ મચ્છી મુરઘીની કેબિન કરતા કેબિન હટાવવા મામલે બન્ને પક્ષે બોલાચાલી થઈ હતી. બાદમાં ગઈકાલે ફરિયાદી શરીફભાઈના ભાણેજના લગ્ન પ્રસંગમા આરોપીઓ મોરબી વીસીપરામા આવ્યા હોય અને મૂછે આંકડા ચડાવતા હોય શરીફભાઈએ શબીરને ફડાકો ઝીકી દેતા બન્ને આરોપીઓએ એક સંપ કરી માર મારી છરીના ઘા ઝીકી દેતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમા બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.