મોરબી : મોરબી નગરપાલિકામાં બુધવારના મળનાર જનરલ બોર્ડમાં ચૂંટાયેલ સદસ્ય અને મોરબીના ધારાસભ્ય પ્રજાહિતમાં સુપર સિડનો ઠરાવ કરી મોરબીની ઝૂલતા પૂલ ની ગોઝારી ઘટનામાં મૃતકોને અને તેના પરિવારને ન્યાય અપાવે તેવી કોંગ્રેસ અગ્રણી મહેશ રાજ્યગુરુએ માંગ કરી છે. મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરુએ જણાવ્યું છે કે મોરબી શહેરની ભાજપ શાસિત એ.ગ્રેડ ની નગરપાલિકામાં પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં સરેઆમ નિષ્ફળ ગયેલ છે અને પ્રજાના ટેકસના પૈસાનો બેફામ ગેરઉપયોગ કરી પોતાની આર્થિક હાલત મજબૂત બનાવેલ છે. હાલ પાલિકા પાસે વાહનો માં ડીઝલ ભરાવવાના પણ પૈસા નથી તેવું ઇન્ચાર્જ ચીફ ઓફિસર મીટીંગમાં બોલેલ હતા. ત્યારે આ પાલિકાના ચૂંટાયેલ સદસ્ય એ કેવો વહીવટ કરેલ તે પ્રજા પણ જાણે છે. મોરબી પાલિકામાં રોશની વિભાગમાં આશરે 6 હજાર જેવી નવી લાઈટો આવી તે પણ ક્યાં પગ કરી ગયેલ તે પ્રજા જાણવા માંગે છે નવી લાઈટો જો નાખી જ હોય તો જૂની લાઈટો કયાં ગય તે પણ એક તપાસનો વિષય છે.પાલિકાના જવાબદાર પદાધિકારી અને અઘિકારીના અણઆવડતને કારણે પાલિકાની તેજોરી ખાલી ખમ છે ક્યારે સ્ટ્રીટ લાઈટ કપાઈ જાય તે નક્કી નહિ. નગર પાલિકાને મોરબી નગરપાલિકાના સદસ્ય અને મોરબીના ધારાસભ્ય મોરબીની પ્રજાના હિતમાં સુપર સિડ કરવાનો ઠરાવ કરી નિષ્ફળત સ્વીકારે તેમ જણાવાયું છે.