મોરબીઃ માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા યોજાનાર છે. ત્યારે વિદ્યાર્થીઓમાં રહેલો બોર્ડની પરીક્ષાનો ડર દુર કરવા માટે મોરબીની ગીતાંજલિ વિદ્યાલમાં પ્રિ-એસએસસી અને પ્રિ-એચએસસી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 26 ફેબ્રુઆરી ને રવિવારના રોજ મોરબીના શનાળા રોડ પર સ્કાયમોલ સામે આવેલી ગીતાંજલિ વિદ્યાલય ખાતે આ પ્રિ-પરીક્ષા યોજાશે. ધોરણ 10/12 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપતા પહેલા બેઠક વ્યવસ્થા, રસીદ, ઉતરવહી, બારકોર્ડ સ્ટીકર, ખાખી સ્ટીકર, પુરવણી વગેરે સંબંધિત ઘણી સમસ્યાઓ થતી હોય છે જે આ પ્રિ બોર્ડ પરીક્ષા દ્વારા એક બોર્ડ પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તથા અનુભવ કેળવવા માટે આ પ્રિ-પરીક્ષાનું ખાસ આયોજન કરાયું છે. કોઈ પણ સ્કૂલમાં અભ્યાસ કરતાં ધોરણ 10/12 ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે. આ પરીક્ષા આપવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ https://surveyheart.com/form/63eb70e021ac1707368a4dcf લીંક પર રજિસ્ટ્રેશન કરાવાવું પડશે. આ ઉપરાંત વોટ્સએપ નંબર 7016278907, 8401460641 પર નામ, ધોરણ, સ્કૂલનું નામ તથા વિષય લખીને મોકલી આપીને રજિસ્ટ્રેશન કરાવી શકાશે. આ પરીક્ષામાં ધોરણ 10 માટે સ્ટાન્ડર્ડ ગણિત અને બેજીક ગણિત તથા ધોરણ 12 કોમર્સ માટે એકાઉન્ટ, 12 આર્ટસ માટે મનોવિજ્ઞાન વગેરે પેપરની વ્યવસ્થા કરાઈ છે.