કેમ્પમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને અકસ્માત વિમોનો લાભ સરળતાથી મેળવી શકાશે મોરબી : ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા તા.16થી બે દિવસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને અકસ્માત વિમોનો લાભ સરળતાથી મેળવી શકાશે. હાલ પોસ્ટમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનાં ખાતાં ખોલવામાં આવી રહ્યા છે. જેની પ્રક્રિયા આ કેમ્પમાં સરળતાથી થઈ શકશે. આ ઉપરાંત કેમ્પમાં માત્ર ૩૯૯+૧૭૫=૫૭૧ રૂપિયામાં ૧૦ લાખ નો અકસ્માત વળતર વિમો પણ લઈ શકાશે. આ કેમ્પનો વધુમાં વધું લાભ લેવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.