ટેલિકોમ ફીડર હેઠળના વિસ્તારોમાં રહેશે વીજ કાપ મોરબી : આવતીકાલે તારીખ 12 ફેબ્રુઆરી ને રવિવારના રોજ નવા કામગની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરીના કારણે પીજીવીસીએલના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી ટેલિકોમ ફીડર સવારે 7-30 થી બપોરે 2 વાગ્યા સુધી બંધ રહેશે. જેના કારણે આ ફીડર હેઠળ આવતા અનેક વિસ્તારોમાં વીજ કાપ રહેશે. ટેલિકોમ ફીડર હેઠળ આવતા વસંત પ્લોટ, કાયાજી પ્લોટ, ભક્તિનગર શેરી નં.૧,૨,૩, ક્રિષ્ના પાર્ક, માધવ માર્કેટ, દર્શન બંગલો સોસાયટી, આદર્શ સોસાયટી, શક્તિ પ્લોટ, વાઘપરા, ચકીયા હનુમાનની આજુબાજુનો વિસ્તાર ,ઓમ શાંતિ વિદ્યાલયની આજુબાજુનો વિસ્તાર, સરદારબાગની આજુબાજુનો વિસ્તાર, એપલ હોસ્પિટલની આજુબાજુનો વિસ્તાર, શનાળા રોડ, મહેશ હોટલની આજુબાજુનો વિસ્તાર, સત્યમ પાન વાળી શેરી, ટેલીફોન એક્ષચેન્જની આજુબાજુનો વિસ્તાર, સદભાવના હોસ્પિટલ, ક્રિષ્ના હોસ્પિટલ વગેરે વિસ્તારમાં વીજ કાપ રહેશે. કામગીરી પૂર્ણ થતાં જ વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવશે.