ટંકારા : ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે બાલાજી પેક પ્લાસ્ટ ખાતે પનારા પરિવારના કુળદેવી બહુચરાજી માતાજી તથા કષ્ટભંજન હનુમાનજી મહારાજના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ત્રિ-દિવસીય ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક સંતો-મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે આવેલા બાલાજી પેક પ્લાસ્ટ પ્રા.લી અને નેચરલ ટેકનોફેબ ફેક્ટરી ખાતે નવનિર્મિત બહુચરાજી માતાજી અને કષ્ટભંજન હનુમાનજી મહારાજના મંદિરનું યુવા ઉધોગપતિ અને સામાજિક અને રાજકીય આગેવાનજગદીશ અમરશીભાઈ પનારા તથા પનારા પરિવાર દ્વારા ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિભવ્ય અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો. આ મહોત્સવના આચાર્ય પદે શાસ્ત્રી એચ.વી.જોષી (હજનાળી વાળા) અને બી.એમ. દવે (મોરબી વાળા)ના વૈદિક મંત્રો અને વિધિ વિધાનથી દશે દિશામાં ભક્તિ ભર્યુ વાતાવરણ સર્જાયું હતું. રાત્રે ભજન, ધુન, ગરબા અને સુદરકાંડની રમઝટમાં તાલુકાભરમાંથી ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત યુપીના અયોધ્યા જાનકીઘાટના રાજકુમારદાસજી મહારાજ, સોમનાથ, દ્વારકા સહિત અનેક ધાર્મિક સ્થળોના મંહત, રાજકીય આગેવાનો, કુભકોના ચંદ્રપાલ યાદવ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.