મોરબીથી રાજકોટ જતા અનેક વાહનો ટ્રાફિકજામમાં ફસાયા : મોરબીથી રાજકોટ જતા હોય તો વાયા પડધરી થઈને ચાલવું હિતાવહ મોરબી : ટ્રાફિકજામનો પર્યાય બની ગયેલ રાજકોટની બેડી ચોકડીએ આજે સવારથી ભયકંર ટ્રાફિકજામ સર્જાતા મારવાડી કોલેજ સુધી વાહનોના થપ્પા લાગી ગયા છે અને મોરબીથી રાજકોટ તરફ જતા અનેક વાહનો આ ટ્રાફિકજામમાં ફસાઈ ગયા હોવાની વિગતો સાંપડી રહી છે. જો કે, આ ટ્રાફિકજામની સ્થિતીમાં મોરબીથી રાજકોટ જતા વાહનોને વાયા નેકનામ-પડધરી રૂટ ઉપર જવું હાલ હિતાવહ છે. પ્રાપ્ત વિગતો મુજબ બેડી ચોકડી રાજકોટ પાસે સવારથી ચિક્કાર ટ્રાફિક જામ સર્જાતા હાલમાં વાહનોની કતારો છેક મારવાડી કોલેજ સુધી પહોંચ્યા છે અને મોરબી તરફથી રાજકોટ તરફ જતા વાહનો કલાકોથી ટ્રાફિક જામમાં ફસાયા છે, આ સંજોગોમાં જો ઈમર્જન્સી માટે મોરબીથી રાજકોટ જતા વાહનોને વાયા મિતાણા, નેકનામ રોડથી પડધરી તરફ જવું હિતાવહ હોવાનું લોકો જણાવી રહ્યા છે.