મોરબી : પોસ્ટ વિભાગની સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લોકોને બહોળી સંખ્યમાં લાભ મળી શકે તે હેતુથી મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે આગામી તા.10 ફેબ્રુઆરીના રોજ ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભારત સરકારની 0 થી 10 વર્ષ સુધીની દિકરીઓ માટેની ખુબ જ લોકપ્રિય યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના જે સૌથી સારું વળતર તેમજ દિકરી ને પગભર થવા, ઉચ્ચ અભ્યાસ, આત્મનિર્ભર બનવા, તેમજ લગ્ન પ્રસંગે મળવાપાત્ર લાભો માટે ની ઉત્કૃષ્ટ યોજના છે. આ યોજનાને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે ત્યારે મોરબીની એક પણ દિકરી આ યોજના થી વંચિત રહી જાય તે માટે મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસમાં આગામી તારીખ 10.02.23ના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અરજીદારે કન્યાનો જન્મ તારીખનો દાખલો,વાલીનું આધાર કાર્ડ અને પાન કાર્ડની ઝેરોક્ષ કોપી અને વાલીના પાસપોર્ટ સાઈઝના 2 ફોટોગ્રાફ, અને રૂપિયા 250 સાથે આવવાનું રહેશે. જ્યાં સ્થળ પર જ તેમનું ફોર્મ ભરી આપવામાં આવશે