મોરબીઃ મોરબીમાં આગામી તારીખ 12 ફેબ્રુઆરી ને રવિવારના રોજ નવરંગ નેચરલ ક્લબ દ્વારા લ-છોડના કુંડા, સીંગ તેલ, કાળા-સફેદ તલનું તેલ, સાની, લીલો ઘઉ નો પોક, સ્ટ્રોબેરીના રોપા, સ્ટ્રોબેરીના ફળ, બ્રોકલી, કેપ્સીકમ મરચાં, દેશી ટામેટા, મધ સહિતની વસ્તુ રાહત ભાવે વેચાણ કરવામાં આવશે. 12 ફેબ્રુઆરીના રોજ સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે દરેક જાતના ઓસડીયા, હાથે ખાંડેલા ચૂર્ણ પાઉડર, દરેક જાતના ગુલાબ, મોગરો, ચંપો, ગલગોટાના કલમી રોપા, દેશી ગાય આધારિત ખાતર, કોકો પીટ ખાતર, કાળી માટીના રસોઈ બનાવવા માટે હાથેથી બનાવેલા તાવડી, પાટીયા, ફૂલ-છોડના કુંડા, સીંગ તેલ, કાળા-સફેદ તલનું તેલ, સાની, લીલો ઘઉ નો પોક, સ્ટ્રોબેરીના રોપા, સ્ટ્રોબેરીના ફળ, બ્રોકલી, કેપ્સીકમ મરચાં, દેશી ટામેટા, મધ સહિતની વસ્તુ રાહત ભાવે મળશે. વધુ માહિતી માટે વી.ડી. બાલા (મો.નં. 9427563898) અથવા લવજીભાઈ પ્રજાપતિ મોરબી (મો.નં. 9925369465)નો સંપર્ક કરવા જણાવાયું છે.