મોરબી : મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતીય શ્રમિકોને શિકાર બનાવી મોબાઈલ લુંટતી ટોળકીનો એક સભ્ય પકડાઈ ગયાબાદ વધુ એક મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાઈ છે જેમાં અન્ય ત્રણ લૂંટારુઓ વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં એકલ દોકલ નીકળતા પરપ્રાંતીય શ્રમિકને નિશાન બનાવી મોબાઈલ લૂંટી લેતી ટોળકીનો સૂત્રધાર કાનજીભાઇ ઉર્ફે કાનો રાજેશભાઇ ચાવડા ઝડપાઇ જતા પોલીસે થોકબંધ મોબાઈલ કબ્જે કર્યા છે ત્યારે વધુ એક ફરિયાદ નોંધાઈ છે જેમાં મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં પસાર થતા ઓમારામભાઇ લુણાભાઇ ખોત પાસેથી મોબાઈલ છીનવી છરીના ઘા ઝીકવામાં આવ્યા હોવાનું ફરિયાદીએ જાહેર કર્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આરોપી કાનજીભાઇ ઉર્ફે કાનો રાજેશભાઇ ચાવડા, રહે. રામકૂષ્ણ નગર, લાલો નવઘણભાઇ કોળી, મોસીનભાઇ અકબરભાઇ મોવર અને શીવાભાઇ ભુપતભાઇ ડાભી નામના ચાર આરોપીઓ વિરુદ્ધ 5000રૂપિયાની કિંમતનો મોબાઈલ ચોરી કરવા તેમજ છરી વડે ઈજાઓ પહોંચાડવા મામલે આઇપીસી કલમ 379(ખ) અને 114 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.