એસઓજી ટીમે દરોડો પાડી 4 કિલો 450ગ્રામ ગાંજા સાથે બે શખ્સને ઝડપી લીધા, એકનું નામ ખુલ્યું મોરબી : મોરબી જિલ્લાના ગાંજો અને એમડી ડ્રગ્સ મળવાના ઉપરાછાપરી બનાવો વચ્ચે ગઈકાલે એસઓજી ટીમે રફાળેશ્વર ગામે દરોડો પાડી 4 કિલો 450 ગ્રામ ગાંજા સહિતના માદક પદાર્થ સાથે બે શખ્સને ઝડપી લઈ અન્ય એક શખ્સનું નામ ખોલાવી એનડીપીએસ એકટ મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમને મળેલી બાતમીને આધારે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આંબેડકર નગરમાં દરોડો પાડી આરોપી અમૃતભારથી ઉર્ફે અમુભારથી કાનભારથી ગોસાઈ તેમજ બાબુભાઇ પાલાભાઈ રાઠોડ નામના શખ્સને વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો 4 કિલો અને 450 ગ્રામ કિંમત રૂપિયા 44,500, બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 1200, રોકડા રૂપિયા 7100 તેમજ લોખંડનું ત્રાજવું અને વજનીયા કિંમત રૂપિયા 500 સહિત રૂ.53,300ના જથ્થા સાથે ઝડપી લીધા હતા. વધુમાં દરોડા દરમિયાન બન્ને આરોપીઓએ ગાંજાનો આ જથ્થો વેચાણમા બનાસકાંઠા રહેતા આરોપી કરશનભાઇ ભીખાભાઇ વાઘેલાની સંડોવણી હોવાની કબૂલાત આપતા એસઓજી પોલીસ ટીમે ત્રણે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એકટની કલમો મુજબ ગુન્હો નોંધાવી તપાસ શરૂ કરી છે.