વાંકાનેર મકતાનપર ગામે પોલીસનો દરોડો વાંકાનેર : વાકાનેર તાલુકાના મકતાનપર ગામે સિલાઈ કામ કરતા યુવાને દેશી દારૂ બનાવવાનો ધંધો શરૂ કરતાં જ વાંકાનેર પોલીસે દરોડો પાડી આ યુવાનને દારૂના આથા અને ભઠ્ઠીના સાધનો સાથે ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે મકતાનપર ગામે સ્મશાન પાછળ આવેલા ખરવામાં દરોડો પાડી સિલાઈ કામ કરતા આરોપી જીતેશ ઉર્ફે જીતો કરમશીભાઈ અબાસણીયા નામના યુવાનના કબ્જામાંથી 300 લીટર દેશી દારૂ બનાવવાનો આથો અને દારૂ ગાળવાની ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા 3,260 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.