મોરબીમાં ઉદ્યોગપતિના પુત્રએ લગ્ન પ્રસંગે કર્તવ્ય જીવદયા ટ્રસ્ટને ચેક અર્પણ કર્યો મોરબી: હાલ લગ્નની મોસમ ચાલી રહી છે, ત્યારે મોરબીમાં બાવરવા પરિવારના આંગણે લગ્ન પ્રસંગના રૂડા અવસરે નવ દંપતિએ અનોખી પહેલ કરી જીવદયા કાર્ય કરતી સંસ્થાને 21 હજારનું દાન આપી સમાજને સેવા કાર્ય માટે પ્રેરણા આપી છે. મોરબીના ઉદ્યોગપતિ અને મુળ મોડપર નિવાસી રમેશભાઈ ડાયાભાઈ બાવરવા તથા લતાબેન રમેશભાઈ બાવરવાના પુત્ર દિપના લગ્ન મુળ ખાખરેચી નિવાસી અને હાલ મોરબી રહેતા કનૈયાલાલ જાદવજીભાઈ કાલરીયા તથા સ્વ.ગીતાબેન કનૈયાલાલ કાલરીયાની પુત્રી પુનમ સાથે નિધારલે હતા. આ શુભ પ્રસંગે પ્રભુતામાં પગલા માંડનાર નવ દંપતિએ પ્રેરણાદાયી પગલું ભરી મોરબીના કર્તવ્ય જીવદયા ટ્રસ્ટમાં 21000 નું દાન આપી અનોખી પહેલ કરી હતી.