જુના નાગડાવાસ શ્રી નંદિની ગીર ગૌ શાળામાં 26થી વધુ ગીર ગાય : ગુણવત્તાયુક્ત દૂધ મેળવવા માટેનનું વિશ્વાસપાત્ર સ્થળ : કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ગૌશાળાની મુલાકાત લઈ શકે છે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ગાયોની શ્રેષ્ઠ પ્રજાતિ એવી ગીર ગાયનું દૂધ જેને સ્વાસ્થ્ય માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દૂધ મોરબીવાસીઓ માત્ર રૂ. 70 પ્રતિ લિટરના ભાવે ઘરે બેઠા મેળવી શકશે. તો આજે જ સંપર્ક કરો. મોરબીના જુના નાગડાવાસ ગામે શ્રી નંદિની ગીર ગૌ શાળા કાર્યરત છે. અહીં 26 જેટલી ગીર ગાયનું જતન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં ગીર ગાય તેના ઉત્તમ ગુણોના કારણે શ્રેષ્ઠ જાતિ તરીકે ગણવામાં આવે છે. ગીર ગાયના દૂધ ની વાત કરીએ તો તેનું દૂધ વધુ શક્તિ અને વધુ પૌષ્ટિકતાની સાથે ઓછું ફેટ ધરાવતું હોય લોકોના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે શરીરમાં ફેટનું સ્તર વધારતું નથી. સાથે શરીરને વધુ તાકાત આપે છે અને શારીરિક રીતે સુસ્વસ્થ અને સમગ્ર દિવસ માટે તાજા રાખે છે.આ દૂધ પીવાથી અનેક ફાયદાઓ થાય છે. અત્યાર સુધી મોરબીવાસીઓ માટે એ પ્રશ્ન હતો કે ગીર ગાયનું ચોખ્ખું દૂધ મેળવવું ક્યાંથી ? લોક લાગણીને માન આપી શ્રી નંદિની ગૌ શાળા દ્વારા મોરબીવાસીઓ માટે રૂ. 70 પ્રતિ લીટરના ભાવે ગીર ગાયના દૂધનું હોમ ડિલિવરી સાથે વેચાણ શરૂ કર્યું છે. કોઈ પણ ગ્રાહક કે વ્યક્તિ ગૌ શાળાની ગમે ત્યારે મુલાકાત પણ લઈ શકે છે અને દૂધની ગુણવતા ચકાસી શકે છે. વધુ વિગત માટે મો.નં.96389 57111 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.