મોરબી : મોરબી બાયપાસ ઉપર સાદુળકા ગામની સીમમાં જીજે 12 - z- 0736 નંબરના ટ્રક ચાલક નરોત્તમ મોહનભાઈ પરમાર નામના આરોપીએ જીજે - 12 - by - 2298 નંબરના ટ્રકને પાછળથી ઠોકર મારી ટ્રકની બાજુમાં ઉભેલા ક્લીનર અંસારી ઉસમાનભાઈ પસ્વારને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.