મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં M.com સેમેસ્ટર 1 (રેગ્યુલર કોર્ષ) તથા B.com સેમેસ્ટર 3 (ન્યુ કોર્ષ - 2019) નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર.ઓ. પટેલ મહિલા કોલેજનું M.com. સેમેસ્ટર 1નું પ્રથમ વર્ષે જ 97% અને B.com. નું 82% જેટલું પરિણામ આવ્યું છે. આમ આર.ઓ. પટેલે મહિલા કોલેજે બંન્ને કોર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કક્ષાએ તથા મોરબી જિલ્લાકક્ષાએ કોમર્સ કોલેજનો દબદબો જાળવી રાખી સંસ્થા અને કોલેજ પરિવારનું ગૌરવ વધાર્યું છે. આર.ઓ. પટેલ મહિલા કોલેજમાં M.com સેમેસ્ટર 1માં પ્રથમ નંબરે પરમાર વૈભવી બળવંતભાઈએ 403/500 ગુણ, બીજા નંબરે મેહતા પાયલ રાજેશભાઈએ 389/500 ગુણ, ત્રીજા નંબરે આદ્રોજા વિદિશા જગદીશભાઈએ 381/500 ગુણ મેળવ્યા છે. B.com. સેમેસ્ટર-3માં પ્રથમ નંબરે કોરડીયા પ્રિયા અરવિંદભાઈએ 605/700 ગુણ, બીજા નંબરે ભીમાણી મોહિની સુરેશભાઈએ 586/700 ગુણ, બીજા નંબરે કાસુન્દ્રા ધ્રુવી પ્રભુલાલે 586/700 ગુણ, ત્રીજા નંબરે વ્યાસ હેત્વી રાજેશભાઈએ 585/700 ગુણ, ચોથા નંબરે ભોરણીયા દેવ્યાની જીતેન્દ્રભાઈએ 581/700 ગુણ, પાંચમા નંબરે પડસુંબિયા શ્રુતિ પરેશભાઈએ 580/700 ગુણ મેળવી સંસ્થા અને કોલેજ પરિવારનું નામ રોશન કર્યું છે. B.com. સેમેસ્ટર-3 માં Cost Accounting વિષયમાં 16 વિધાર્થિનીઓએ 100 માંથી 100 માર્ક મેળવ્યા હતાં. સાથોસાથ Accounting વિષયમાં 3 વિધાર્થિનીઓએ 100 માંથી 100 માર્ક મેળવી જે તે વિષયમાં સિદ્ધિ પ્રાપ્ત કરી છે. M.com સેમેસ્ટર 1 માં પ્રથમ વર્ષે જ કુલ 59 વિધાર્થિનીઓમાંથી 53 વિદ્યાર્થીનીઓ એટલે કે 90% વિધાર્થિનીઓએ ફર્સ્ટ ક્લાસ (60% થી વધુ) મેળવી તથા B.com. સેમેસ્ટર 3 માં કુલ 239 વિધાર્થિનીઓમાંથી 180 વિધાર્થિનીઓ એટલે કે 75.50% વિધાર્થિનીઓએ ફર્સ્ટ ક્લાસ (60% થી વધુ) મેળવીને કોલેજની યશકલગીમાં વધુ એક અદ્વિતીય સિદ્ધીનો ઉમેરો કર્યો છે. સર્વે વિધાર્થિનીઓને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, અધ્યક્ષ વલમજીભાઈ અમૃતિયા, કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ ગામી, કોમર્સ વિદ્યાશાખાના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ મયુરભાઈ હાલપરા તથા કોમર્સ વિદ્યાશાખાના સર્વે સ્ટાફગણ તરફથી વિધાર્થિનીઓને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરી પરિવારનું ગૌરવ વધારીને સમાજ તેમજ રાષ્ટ્ર ઉપયોગી કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.