મોરબી : મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિક યુવાનનો બારેક દિવસ પહેલા મોબાઈલ આચકી નાસી ગયેલા ચાર શખ્સો પૈકી એક શખ્સને ઓળખી કાઢી પોલીસે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં વોયાતી સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના અબ્દુલહક સમસુલહક અંસારી નામના યુવાનને ગત તા.27 જાન્યુઆરીના રાતના સમયે આંતરી ચાર જેટલા શખસોએ રિયલમી કંપનીનો મોબાઈલ આચકી નાસી ગયા હતા. આ મામલે પોલીસ તપાસ દરમિયાન મોરબીની રામકૃષ્ણ સોસાયટીમાં રહેતા આરોપી કાનજી ઉર્ફે કાનો રાજેશભાઇ ચાવડાની સંડોવણી હોવાના પુરાવા મળતા આ શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.