ધૂમમ્સને કારણે અકસ્માતની હારમાળા બાદ ટ્રાફિક જામ મોરબી : માળીયા અમદાવાદ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા નજીક આજે વહેલી સવારે ગાઢ ધૂમમ્સને કારણે એક પછી એક 30 વાહનો અથડાતા અકસ્માતની હારમાળા સર્જાઈ હતી અને આ અકસ્માતમાં 1 વ્યક્તિને ગંભીર જ્યારે ચાર વ્યક્તિને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાની વિગતો બહાર આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારે માળીયા અમદાવાદ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા નજીક આજે વહેલી સવારે ગાઢ ધૂમમ્સને કારણે અકસ્માતની હારમાળા સર્જાઈ હતી જેમાં એક પછી એક નાના મોટા 30 વાહનો અથડાતા હાઇવે ઉપર બન્ને તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો. દરમિયાન અકસ્માતોની ઘટના અંગેની જાણ થતાં જ જિલ્લા ટ્રાફિક અને માળીયા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કરાવવા કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં 1 વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે અન્ય 3 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે.