રેલવે બજેટમાં સિનિયર સીટીઝનને કોઈ રાહત ન મળી હોય તાત્કાલિક રેલવેમાં કન્સેશનની સુવિધા આપવા માંગ મોરબી : સરકારે રાતોરાત જંત્રી દરમાં કરેલા ડબલ ગણા ભાવવધારાનો ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે મોરબીના સિનિયર સીટીઝન મંડળે પણ સરકારના આ નિર્ણયનો વિરોધ કરી તાત્કાલિક ધોરણે જંત્રીદરમાં કરેલો ભાવવધારો પરત ખેંચવાની માંગ કરી છે. રેલવે બજેટમાં સિનિયર સીટીઝનને કોઈ રાહત ન મળી હોય તાત્કાલિક રેલવેમાં કન્સેશનની સુવિધા આપવા માંગ કરી છે. મોરબી વરિષ્ઠ નાગરિક મંડળે મુખ્યમંત્રીને રજુઆત કરીને જણાવ્યું હતું કે, સરકારે જંત્રીદરમાં રાતોરાત ડબલગણો ભાવવધારો ઝીકી દીધો છે. જેનાથી સામાન્ય અને મધ્યમવર્ગને જમીન અને મકાનની ખરીદી કરવી મુશ્કેલ બનશે.તેવા સંજોગોમાં નોટબંધી, કોરોના અને લોકડાઉન જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. તેથી સામાન્ય વર્ગને જમીન અને મકાનની ખરીદીમાં નવા જંત્રીદરથી આર્થિક મુશ્કેલી ન પડે તે માટે લોકોને પરવડે તેવા યોગ્ય જંત્રીદર રાખવાની માગ કરી છે. આ ઉપરાંત વરિષ્ઠ નાગરિક મંડળે કેન્દ્રીય નાણાંમંત્રીને રજુઆત કરીને જણાવ્યું હતું કે,નાણાંમંત્રીએ રેલવે બજેટને અમૃતકાળનું બજેટ ગણાવ્યું છે. પણ દુઃખની વાત એ છે કે,સિનિયર સીટીઝનને રેલવેમાં જે કન્સેશનની રાહત મળતી તે હજુ સુધી ચાલુ કરી નથી. આથી આ સિનિયર સીટીઝન માટે રેલવેમાં કન્સેશનની સુવિધા ચાલુ કરવાની માંગ ઉઠાવી છે.