વાંકાનેર : આગામી તારીખ 12 માર્ચ ને રવિવારના રોજ વાંકાનેર ખાતે સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ સમૂહ લગ્ન સમિતિ વાંકાનેર દ્વારા બીજા સમૂહ લગ્નોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. વાંકાનેરના થાન રોડ પર આવેલા ભગવાન માંધાતાદેવ અને સંત વેલનાથબાપુના મંદિરે આગામી તા.12મી માર્ચના રોજ માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેરના ઉપક્રમે સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ સમૂહ લગ્ન સમિતિ વાંકાનેર દ્વારા આ સમૂહ લગ્ન યોજાશે. જેમાં ભાગ લેવા માટે 18 ફેબ્રુઆરી સુધી ફોર્મ મેળવીને જમા કરાવવા માટે જણાવવામાં આવ્યું છે. ફોર્મ મેળવવા માટે વાંકાનેરના રસાલા રોડ પર આવેલા રાહુલ જ્વેલર્સ (મો. નં. 98793 61569) ખાતે સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.