ત્રણ દિવસમાં જે તે માલિકો માર્ગ અને મકાન વિભાગ હસ્તકના માર્ગો ઉપર ગેરકાયદે લગાવેલા બેનર-હોડીગ્સ ઉતારી નહિ લે તો માર્ગ અને મકાન વિભાગ આ હોડીગ્સ હટાવી દેશે મોરબી : મોરબીમાં શહેરમાં વિવિધ પાર્ટીઓને ગેરકાયદે હોડીગ્સ-બેનરોના જંગલ વચ્ચે હવે માર્ગ અને મકાન વિભાગ હરક્તમાં આવીને આવા હોડીગ્સ અને બેનેરોને દૂર કરવા મેદાને આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગે જે તે હોડીગ્સ, બેનરોના માલિકોને માર્ગ અને મકાન વિભાગ હસ્તકના માર્ગો ઉપર લગાવેલા હોડીગ્સ-બેનરો ઉતારી લેવાની તાકીદ કરી છે અને જો ત્રણ દિવસમાં આ હોડીગ્સ બેનેરો ઉતારી નહિ લેવાય તો માર્ગ અને મકાન વિભાગ જાતે જ હટાવી દેશે તેવી ચેતવણી આપી છે. મોરબીને જોડતા તમામ રસ્તાઓ પર ગેરકાયદે હોડીગ્સ, બેનરોનું જાણે જંગલ છવાયું હોય એવી રીતે જ્યાં જુઓ તો હોડીગ્સ અને બેનરો ખડકાયેલા છે. ત્યારે હવે માર્ગ અને મકાન વિભાગ આ ગેરકાયદે હોડીગ્સ અને બેનરો દૂર કરવા એક્શનમાં આવ્યું છે. મોરબી માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ લેખિતમાં તેમના હસ્તકના માર્ગો ઉપર ખડકાયેલા ગેરકાયદે હોડીગ્સ અને બેનેરોના માલિકોને ત્રણ દિવસમાં આ હોડીગ્સ અને બેનરો ઉતારી લેવાની કડક સૂચના આપી છે. તેમ છતાં પણ આ બાબતને ગંભીર નહિ ગણવામાં આવે તો માર્ગ અને મકાન વિભાગ જાતે જ આવા હોડીગ્સ અને બેનરો હટાવવાની કાર્યવાહી કરશે તેમ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું છે.