મોરબી : શ્રી અગનેશ્વર ભક્ત મંડળના સહીયારા પ્રયાસથી શ્રી અગનેશ્વર મહાદેવના સાનિધ્યમાં આગામી તારીખ 10 ફેબ્રુઆરી ને શુક્રવારથી 18 ફેબ્રુઆરી ને શનિવાર સુધી શિવ મહા પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાનાર શિવ મહા પુરાણ કથામાં બાળ વિદુષી રત્નેશ્વરીબેન (રામધન આશ્રમ) વ્યાસપીઠ પર બિરાજીને સંગીતમય શૈલીમાં દરરોજ બપોરે 2 થી 6 વાગ્યા સુધી કથાનું રસપાન કરાવશે. 10 ફેબ્રુઆરીએ કથાનો પ્રારંભ થશે અને 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે કથાની પૂર્ણાહુતિ થશે. 18 ફેબ્રુઆરીએ બપોરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કથા દરમિયાન દરરોજ વિવિધ પ્રસંગો ઉજવવામાં આવશે. તો આ કથાનો લ્હાવો લેવા માટે સૌ ધર્મ પ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.