મોરબીઃ સમસ્ત ખવાસ (રજપુત) જ્ઞાતિ તથા ખવાસ (રજપુત) જ્ઞાતિ યુવક મંડળ દ્વારા આગામી તારીખ 12 ફેબ્રુઆરી ને રવિવારના રોજ મોરબીના દેશળદેવ હોલ ખાતે આયુષ્માન ભારત કાર્ડ કાઢવા માટેનો કેમ્પ યોજાશે. 12 ફેબ્રુઆરીએ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર આવેલા દેશળ દેવ હોલ ખાતે આ નિઃશુલ્ક આયુષ્માન ભારત કાર્ડ કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં અધ્યક્ષ સ્થાને મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા મુખ્ય મહેમાન તરીકે જિનદાસ ગાંધી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વિવિધ મહેમાનો પણ આ કેમ્પમાં હાજરી આપશે.