હળવદ નજીક નર્મદા કેનાલમાં યુવાને ઝંપલાવ્યું, શોધખોળ

- text


યુવાને પોતાની છકડો રીક્ષા સાઈડમાં મૂકી કેનાલના પાણીમાં પડતું મુકતા શોધખોળ હાથ ધરાઈ

હળવદ : હળવદ નજીક નર્મદા કેનાલમાં આજે એક યુવાનને પાણીમાં ઝંપલાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવાને પોતાની છકડો રીક્ષા સાઈડમાં મૂકી કેનાલના પાણીમાં પડતું મુકતા શોધખોળ હાથ ધરાઈ છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા કરશનભાઈ હેમુભાઈ ઝીઝુવાડિયા (ઉ.વ. 31) નામના યુવાન છકડો રીક્ષા ચાલવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હોય દરમિયાન આજે બપોરના સમયે કોઈ કારણોસર લાગી આવતા આ યુવાને હળવદના મિયાણી અને ટિકર ગામ વચ્ચે પસાર થતી નર્મદા કેનાલના કાંઠે પોતાની છકડો રીક્ષા મૂકીને કેનાલના પાણીમાં કૂદી પડ્યા હતા અને કેનાલના પાણીમાં ગરક થઈ જતા ટિકરના ધર્મેન્દ્રભાઈ એરવાડિયા સહિતના તરવૈયાની ટીમ દ્વારા આ કેનાલમાં યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જો કે આ યુવાને કેનાલમાં જે જગ્યાએ ઝંપલાવ્યું છે ત્યાં બેઠું નાલુ હોય ઝાડી ઝાખરા ત્યાં હોવાને કારણે યુવાનની શોધખોળ કરવી મુશ્કેલ બની છે. આમ છતાં પણ યુવાનની શોધખોળ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

- text

- text