ટંકારા: લજાઈ ખાતે આવેલી જ્ઞાનજ્યોત વિદ્યાલય ખાતે તારીખ 3 અને 4 ફેબ્રુઆરી એમ બે દિવસીય GJV નોલેજ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓ, કલાઓ, કૌશલ્ય અને આવડતોને ઉજાગર કરવાના હેતુ સાથે લજાઈની જ્ઞાનજ્યોત વિદ્યાલય ખાતે 3જી અને 4થી ફેબ્રુઆરી બે દિવસીય GJVનોલેજ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8:30 થી બપોરે 12:30 અને બપોરે 2 થી 6 કલાક સુધી 3 અને 4 ફેબ્રુઆરીએ આ નોલેજ કાર્નિવલ ચાલુ રહેશે. જેમાં આકર્ષક સેલ્ફી ઝોન, હોરર રૂમ અને ઝૂલતાપુલની પ્રતિકૃતિ, આપણો સાંસ્કૃતિક અને પૌરાણિક વારસો, આધુનિક બેંકની જીવંત પ્રણાલી, બાળકો દ્વારા બનાવેલી હેન્ડક્રાફ્ટ કૃતિઓ, આર્મી, નેવી, એરફોર્સના લડાકુઓની ડિજિટલ ઝલક, વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા સામાજિક વિજ્ઞાનના પ્રોજેક્ટ, ઇનોવેટિવ એજ્યુકેશન, પ્રાચીન ગામડું, નૃત્ય કલા, જ્ઞાન અને વિજ્ઞાનનો સંગમ, સાહિત્ય વિભાગ, રોબોટિક્સ, સામાન્ય જ્ઞાન, વિવિધ પ્રદેશની પાઘડીઓ અને ગેમ ઝોન સહિતની પ્રદર્શન અને માહિતી મળી રહેશે. તો આ GJV નોલેજ કાર્નિવલની મુલાકાત લેવા સૌને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.