મોરબી : મોરબીમાં રહેતા પરિણીતાને વિદેશથી આવેલા સગા ફૈબાના દીકરાએ વારંવાર અભદ્ર વોટ્સએપ મેસેજ કરી જિંદગી જીવવી દુષ્કર કરી નાખતા પરિણીતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વિકૃત શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મોરબી શહેરમાં સરસ્વતિ રેસીડેન્સી, સત્યમ પાન વાડી શેરી, સરદાર બાગ સામે, શનાળા રોડ ઉપર રહેતા પરિણીતાને તેમના ફૈબાના દીકરા એવાનિરવભાઇ દિનેશભાઇ બકરાણીયા, રહે. રવાપર રોડ શારદા સોસાયટી મોરબી વાળાએ વોટ્સએપ મારફતે અભદ્ર મેસેજ કરી પરેશાન કરવાની સાથે ઓપન માર્કેટમા વેચી નાખીશ તેવી ઘમકી આપતા પરિણીતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.