મોરબી : આજે 30 જાન્યુઆરીને રક્તપિત્ત વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સાથે સાથે મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પણ હોય ગાંધીજીના નિર્વાણ દિને તારીખ 30મી જાન્યુઆરીથી 13મી ફેબ્રુઆરી 2023 દરમિયાન એન્ટી લેપ્રસી પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે 'સ્પર્શ લેપ્રસી અવેરનેસ કમ્પેઈન'નો શુભારંભ મોરબી જિલ્લા ક્ષય કેન્દ્ર/રક્તપિત્ત કેન્દ્ર ખાતેથી દિપ પ્રાગટય કરી કરવામાં આવ્યો હતો. રક્તપિત્ત મુક્ત ભારત બનાવવા માટે મહાત્મા ગાંધીજીના સ્વપ્ને પરિપુર્ણ કરવા માટે રક્તપિત્ત રોગ વિશે જાગૃતિ વધારવી/શંકાસ્પદ રક્તપિત્તનાં લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવાં દર્દી પ્રત્ય ભેદભાવ ન રાખવાં જણાવ્યું હતું. સંયુક્ત પ્રયાસોથી આપણા ગામને રક્તપિત્ત મુક્ત બનાવવાની જવાબદારીના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તમામને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી તથા રક્તપિત્ત નિમૃલન કાર્યકમમાં જોડાવવા તમામને અપીલ કરવામાં આવી હતી. 'સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન' અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે તથા જિલ્લા ક્ષય/રક્તપિત્ત અધીકારી ડો. એન.એન.ઝાલાના સતત માર્ગદર્શન હેઠળ કાર્યકમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તેમજ આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી માળીયા(મી.) ડો. ડી. જી. બાવરવા, તાલુકા આરોગ્ય અધિકારી મોરબી ડો. રાહુલ કોટડીયા તથા અર્થના સ્કીન ક્લિનિકના ડો.વાય.એમ. ઝાલાએ રક્તપિત્ત વિશે માહિતી આપી હતી. તેમજ આ કાર્યક્રમમાં આશા ફેસિલીટર તેમજ આશા બહેનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રક્તપિત્તના દર્દીઓને અલ્સર કીટ તેમજ MCR શુઝનું વિતરણ કરી રોગ વિશે માહિતી આપી પ્રોતસાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા રક્તપિત્ત પેરા મેડિકલ વર્કર ધર્મેન્દ્રભાઈ વાઢેર તથા જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પિયુષભાઈ જોષી, આઇ. ઇ.સી. કો-ઓર્ડીનટર ઝરણાબેન રાઠોડ તથા અન્ય તમામ DTC કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.