મોરબી : જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા લાખો વિદ્યાર્થીઓ હેરાન થયા છે. ત્યારે મોરબી જિલ્લા NSUI દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા ધક્કો થયો તેઓને ટિકિટના પૈસા પરત આપવા મોરબી ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી. આ રજુઆતમાં NSUI ના કાર્યકર્તા પુષ્પરજસિંહ જાડેજા,રાજ ટુંડિયા,ભવનીક મુછડિયા ,અનિલ વાઘેલા, રાહુલ સોલંકી, આકાશ ચૌહાણ, વિશાલ સાવરિયા જોડાયા હતા.