મોરબી: ઘુંટું રોડ પર આકાર લઇ રહેલા શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના નૂતન મંદિર (ભગવતધામ આશ્રમ) અને ગૌશાળાની સ્મૃતિ અર્થે તારીખ 28 જાન્યુઆરી ને શનિવારના રોજ શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 28 જાન્યુઆરીએ સાંજે 6 થી 9 કલાકે ભગવતધામ આશ્રમ ખાતે યોજાયેલા આ શાકોત્સવમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા ધાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સાંજે 6 થી 7 કલાકે જપ યજ્ઞ, 7 થી 7:30 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ, 7:30 થી 8:30 કલાકે પ્રવચન તથા આશીર્વચન અને 9 કલાકે શાકોત્સવ મહાપ્રસાદ યોજાયો હતો જેમાં મુખ્ય યજમાન તરીકે શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ- મોરબી રહ્યા હતા. આ પ્રસંગે અનેક સંતો અને મહાનુભાવોની હાજરીમાં હરિભક્તોએ શાકોત્સવનો મહાપ્રસાદ લીધો હતો.