એક જ દિવસમાં વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્યો મોરબી : મોરબી જિલ્લામાં આજે ઠંડી ગાયબ થઈ ગઈ છે. બીજી તરફ વાંકાનેર અને ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું પણ પડ્યું છે. જ્યારે મોરબીમાં અનેક વિસ્તારોમાં માત્ર વાછટ જેવા જ છાંટા પડ્યા છે. મોરબી જિલ્લામાં આજે ઓચિંતો વાતાવરણમાં પલટો આવ્યો છે. મોરબી શહેર તથા તાલુકાના અનેક વિસ્તારોમાં આજે છાંટા પડ્યા છે. જ્યારે વાંકાનેર તાલુકાની વિગતો આપતા મોરબી અપડેટના રિપોર્ટર હરદેવસિંહ ઝાલાએ જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટા પડયા છે. વઘાસિયા ટોલનાકે તેમજ કાનપર, દલડી, દિઘલિયા, મહિકા સહિતના ગામોમાં રોડ ભીના થઇ જાય તેવા છાંટા પડ્યા છે. માળિયા તાલુકાની વિગતો આપતા રિપોર્ટર કાસમભાઈ સુમરાએ જણાવ્યું છે માળિયા તાલુકામાં ઠંડી ગાયબ થઈ છે. વાતાવરણમાં પલટો આવ્યો છે. માવઠાના કોઈ અહેવાલ નથી. ટંકારા તાલુકાની વિગતો આપતા રિપોર્ટર જયેશ ભટાસણાએ જણાવ્યું કે ટંકારામાં પણ ઠંડીનું જોર ઓચિંતું ઘટી ગયું છે. પંથકમાં અનેક સ્થળોએ સાંજથી જ વાદળછાયું વાતાવરણ હતું. સજ્જનપર અને ઘુનડા વિસ્તારમાં છાંટા પડ્યા છે.