મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર જીઆઇડીસીના નાકા નજીક જીજે - 36 - બી - 8444 નંબરની કારના ચાલકે બાઈક લઈને જઈ રહેલા રમેશભાઈ સોમાભાઈ સિંધવને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડી હતી. જો કે અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઇજાગ્રસ્ત બાઈક ચાલકને હોસ્પિટલ મૂકી ફરાર થઇ જતા આ અકસ્માતના બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.