હળવદ ખાતે જીલ્લા કલેકટર જી.ટી પંડ્યાએ તિરંગાને આપી સલામી : વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો રજૂ કર્યા મોરબી જિલ્લામાં આજે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આન, બાન, શાન સાથે લહેરાયો તિરંગો, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સહિતની તમામ સરકારી કચેરીઓ અને શાળા કોલેજ સહિતની સંસ્થાઓમાં ગૌરવભેર ધ્વજવંદન કરાયું મોરબી : મોરબી જિલ્લામાં આજે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આન, બાન, શાન સાથે લહેરાયો તિરંગો હતો. જ્યારે હળવદમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ગરીમાંસભર ઉજવણી કરાઈ હતી. આ ઉપરાંત નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સહિતની તમામ સરકારી કચેરીઓ અને શાળા કોલેજ સહિતની સંસ્થાઓમાં ગૌરવભેર ધ્વજવંદન કરાયું હતું. મોરબીમાં ઝૂલતાપૂલની દુર્ઘટનાને લઈને બેન્ડબાઝા વગર એકદમ સદાયથી આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી હળવદમાં આવેલ એપીએમસી ખાતે કરવામાં આવી હતી. મોરબી જિલ્લા કલેકટર જી.ટી પંડ્યાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. તેમજ પોલીસ જવાનોની શિસ્તબદ્ધ પરેડ યોજાઇ હતી. સાથે સાથે મોરબીમાં સર્જાયેલ દુર્ઘટનામાં ઉમદા સેવા બજાવનારને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આતકે જિલ્લા કલેકટર જી.ટી પંડ્યા, જિલ્લા પોલીસવડા રાહુલ કુમાર ત્રિપાઠી,ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા,જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ,પાલિકા પ્રમુખ રમેશભાઈ પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ બકુબેન પઢીયાર, અધિક કલેક્ટર એન.કે.મુછાર, એપીએમસી ના ચેરમેન રણછોડભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી રણછોડભાઈ દલવાડી, શહેર ભાજપ પ્રમુખ કેતનભાઇ દવે, વાસુદેવભાઈ પટેલ,હળવદ પોલીસ મથકના પીઆઇ એમ.વી.પટેલ સહિતના હાજર રહ્યા હતા જ્યારે મોરબી હેડ ક્વાર્ટર કક્ષાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સીટી મામલતદાર સાંચલા નિર્ધારિત સમય કરતાં પાંચ મિનિટ મોડા પડતા પાંચ મિનિટ મોડું તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.મોરબી નગરપાલિકામાં પાલિકા પ્રમુખ કુસુમબેન પરમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.જેમાં પણ સદસ્યો અને કર્મચારીઓની પાંખી હાજરી જોવા મળી હતી. જ્યારે મોરબી, ટંકારા, વાંકાનેર અને માળીયા ખાતે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં ગૌરવભેર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને શાળાના બાળકો દ્વારા વંદે માતરમ, જય જવાન, જય કિશાન,ભારત માતા કી જયના નારા સાથે જુદાજુદા વિસ્તારમાં પ્રજાસત્તાક પર્વની રેલીઓ કાઢવામાં આવી હતી તેમજ દેશભક્તિને અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.