ટંકારાઃ લખધીરગઢ ગામના યુવા ઉધોગપતિ પનારા પરિવાર દ્વારા શ્રી બહુચરાજી માતાજી તથા કષ્ટભંજન હનુમાનજીના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની 3 ફેબ્રુઆરી થી 5 ફેબ્રુઆરી સુધી ત્રિ-દિવસીય ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવશે. ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે આવેલા બાલાજી પેક પ્લાસ્ટ પ્રા.લી અને નેચરલ ટેકનોફેબ ફેક્ટરી ખાતે નવનિર્મિત બહુચરાજી માતાજી અને હનુમાનજીસ મહારાજના મંદિરનું યુવા ઉધોગપતિ અને સામાજિક અને રાજકીય ક્ષેત્રે અનોખું નામ ધરાવતા જગદીશ અમરશીભાઈ પનારા તથા પનારા પરિવાર દ્વારા ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખ 3જી ફેબ્રુઆરી થી 5મી ફેબ્રુઆરી સુધી ઉજવાશે. આચાર્ય પદે શાસ્ત્રી એચ.વી.જોષી (હજનાળી વાળા) અને બી.એમ. દવે (મોરબી વાળા) બિરાજશે. આ તકે અનેક મહેમાનો પણ હાજર રહેશે. જેમાં યુપીના અયોધ્યા જાનકીઘાટના રાજકુમારદાસજી મહારાજ સહિત અનેક ધાર્મિક સ્થળોના મંહત, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 3 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી ચાલશે. જેમાં 3 ફેબ્રુઆરી ને શુક્રવારે પ્રથમ દિવસે દેહશુદ્ધિ પ્રાયશ્ચિત, ગણપતિ પૂજન, 4 ફેબ્રુઆરી ને શનિવારે સવારે ગણપતિ આદિ સ્થાપિત દેવ પૂજન, શોભાયાત્રા અને પૂજા આરતી અને રાત્રે ડાયરો અને રાસ-ગરબા યોજાશે. તેમજ તૃતીય દિવસે 5 ફેબ્રુઆરી ને રવિવારે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે અને રવિવારે બપોરે મહોત્સવની પુર્ણાહુતિ કરવામાં આવશે. આ ઉપરાંત દરરોજ રાત્રી કાર્યક્રમ પણ યોજાશે. આ તકે સૌને દર્શનનો લાભ લેવા અમરશીભાઈ દેવશીભાઈ પનારા, દેવેન્દ્ર અમરશીભાઈ પનારા, જગદીશ અમરશીભાઈ પનારા તથા સમસ્ત પનારા પરિવાર લખધીરગઢ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.