મોરબી : મોરબીના ગ્રીન ચોકમાં આવેલી રામજીયાણી શેરીમાં રહેતા ભુપતભાઇ અમરશીભાઈ ઝારીયા નામના ગેરેજના ધંધાર્થી વૃદ્ધ ઘરની બહાર નિકળતાની સાથે જ ઘરના ઉંબરા પાસે ચક્કર આવતા પડી ગયા બાદ આડોશી - પાડોશીઓએ મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.