મોરબી : મોરબીના ટિમ્બડી પાટિયા નજીક જીજે - 36 - ટી - 9564 નંબરના આઈવા ડમ્પર ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલ જીજે - 18 - બીજે - 2982 નંબરની કાર ઠાઠાના ભાગમાં ઘુસી જતા કાર ચાલક ચંદ્રપાલસિંહ મહાવીરસિંહ જાડેજા, રહે. વધારવા ગામ વાળાને ઇજાઓ પહોચી હતી. આ અકસ્માત સર્જ્યા બાદ આઈવા ડમ્પર ટ્રકનો ચાલક વાહન રેઢું મૂકી નાસી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.