મોરબી: મોરબીના લીલાપર રોડ પર ગજાનંદ પાર્કની બાજુમાં, રામકો બંગલો પાછળ આવેલા નંદનવન પાર્કમાં આગામી તારીખ 29 જાન્યુઆરી ને રવિવારના રોજ કનેસરાધામનું પ્રખ્યાત રામામંડળ ભજવવામાં આવશે.આયોજક દિવ્યાંગભાઈ સુખાભાઈ મેંદપરા દ્વારા રવજીભગતના આશીર્વાદ સાથે જસદણ તાલુકાના કનેસરાધામ ગામના પ્રખ્યાત બાબા રામદેવ રામામંડળ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.