મોરબીઃ નાણા મંત્રાલય, ભારત સરકારના નિર્દેશન હેઠળ બેંક ઓફ બરોડા તારીખ 16 થી 31મી જાન્યુઆરી 2023 સુધી રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા પખવાડા-2023ની ઉજવણી કરી રહી છે. બેંકની વિવિધ શાખાઓ/કેન્દ્રો પર વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબીની બેંક ઓફ બરોડાની મુખ્ય શાખા ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. સ્વચ્છ પર્યાવરણ- સ્વસ્થ સમાજના નારા સાથે રાષ્ટ્ર પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવવા બેંક ઓફ બરોડા મોરબી મુખ્ય શાખા ખાતે આજે બેંકના ગ્રાહકો તેમજ સામાન્ય જનતા માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. બેંકના ગ્રાહકો તેમજ લોકોએ તેનો બહોળો લાભ લીધો હતો. સાથે સાથે વધુ ને વધુ વ્રુક્ષો વાવવા, સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા, આસપાસ સાફ સફાઇ રાખવી વગેરે બાબતો પર જાગૃતિ વધે એવા સંદેશો આપવામાં આવ્યો હતો. આ આયોજનને સફળ બનાવવા આસિસ્ટન્ટ જનરલ મેનેજર અનિલકુમાર, ચીફ મેનેજર રાજુલભાઈ હાથી અને મેનેજર અમિતભાઈ વાજાએ જહેમત ઉઠાવી હતી.