જાણીતા લેખક અને વક્તા જય વસાવડાએ છાત્ર શક્તિ કેવી રીતે પોતાની કારકિર્દી ઘડી સમાજ અને દેશને ઉપયોગી થાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું મોરબી : અખિલ ભારતીય વિધાર્થી પરિષદની સ્થાપનાને 75 વર્ષ પુરા થતા અને યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ અવસર નિમિતે દરેક જિલ્લામાં છાત્ર હુંકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીમાં પણ એબીવીપી દ્વારા જિલ્લા છાત્ર હુંકાર સમલેન યોજાયું હતું. જેમાં જાણીતા લેખક અને વક્તા જય વસાવડાએ છાત્ર શક્તિ કેવી રીતે પોતાની કારકિર્દી ઘડી સમાજ અને દેશને ઉપયોગી થાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. મોરબી જીઆઇડીસી પાસે આવેલ સંસ્કાર બ્લડ બેન્ક દ્વારા આજે મોરબી જિલ્લા અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા આજે યોજાયેલા છાત્ર હુંકાર સંમેલનમાં જાણીતા લેખક અને વક્તા જય વસાવડા અને કનુંભાઈ કરકર સહિત મોટી સંખ્યામાં યુવાનો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વિધાર્થીઓની ભવ્ય શોભાયાત્રા પણ યોજાઈ હતી. એબીવીપી દ્વારા વિધાર્થીઓને લગતા સામાજિક અને શૈક્ષણિક પ્રસ્તાવ પસાર કરીને આ પ્રશ્નોના નિકાલ માટે જિલ્લા કલેકટરને રજુઆત કરાશે. આ સંમેલનમાં વિધાર્થીઓને સ્પર્શતા વિવિધ મુદાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં વિધાર્થીઓ દેશનું ભવિષ્ય હોય સાચા માર્ગે વળીને દેશના વિકાસમાં યોગદાન આપી શકે તે માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં જાણીતા લેખક અને વક્તા જય વસાવડાએ યુવા શક્તિના સદ ઉપયોગથી રચનાત્મક કાર્યો કરવા અને પોતાના સામાજિક તેમજ શૈક્ષણિક પ્રશ્નો સામે લડીને દેશને કેમ ઉપયોગમાં આવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જિલ્લા અખિલ ભારતીય વિધાર્થી પરિષદના પ્રમુખ સંજય વિરડીયા, જિલ્લા સંયોજક વિશ્વરાજસિંહ જાડેજા અને નગર મંત્રી શિવાંગ નાનક સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.