ખનીજચોરોની સિન્ડિકેટ વચ્ચે ખાણખનીજ વિભાગ દ્વારા માર્ચથી ડિસેમ્બર દ્વારા મહિને સરેરાશ 45 લાખથી વધુનો દંડ વસૂલાયો મોરબી : મોરબી જિલ્લામાં રેતી અને અન્ય ખનીજની છડેચોક બેફામ ખનીજચોરી થઇ રહી છે ત્યારે સ્ટાફની અછત વચ્ચે પણ ખાણખનીજ વિભાગ દ્વારા માર્ચ-2022થી ડિસેમ્બર -2022 દરમિયાન દસ મહિનાના સમયગાળામાં 4કરોડ 65 લાખ 11હજારની ખનીજ ચોરી ઝડપી લઈ દંડની વસુલાત કરવામાં આવી હતી. મોરબી ખાણખનીજ વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી ડામવા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અંતર્ગત માર્ચ 2022થી ડિસેમ્બર - 2022ના દસ મહિનાના સમયગાળા દરમિયાન જિલ્લામાં અલગ અલગ ખનીજચોરીના કેસ કરી ખાણખનીજ વિભાગ દ્વારા કુલ રૂપિયા 4,65,11,000 રૂપિયા દંડની વસુલાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ઉલ્ટી ગંગા જેવા ઘાટ વચ્ચે ખનીજચોરો ઉપર બાઝનજર રાખનાર મોરબી ખાણખનીજ કચેરી ઉપર જ ખનીજચોરી કરતી ગેંગ નજર રાખવાની સાથે કર્મચારીઓ ક્યા-ક્યા જાય છે શું કરે છે, તે સહિતની બાબતો ઉપર વોચ રાખી વોટ્સએપ ગ્રુપ મારફતે સંદેશાની આપ લે કરી ચેકીંગ પૂર્વે જ સગેવગે થવામાં માહિર હોવા છતાં તંત્ર દ્વારા મહિને દહાડે ખનીજચોરી બદલ 45થી 46 લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ બન્યું છે. [caption id='attachment_31360' align='aligncenter' width='300'] ફાઈલ તસ્વીર[/caption]